UPCOMING EVENT | DANDIYA DHAMAAL - 2026
The Hebron School
60 years of legacy, established 1966
← Back to Blogભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી - સુનીતા વિલિયમ્સ

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી - સુનીતા વિલિયમ્સ

Mrs. Kinjal J. Christian
Mrs. Kinjal J. Christian
4 views

અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો વિક્રમ પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી એવા સુનીતા વિલિયમ્સનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસસો પાંસઠમાં અમેરિકામાં થયો હતો. તેમનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં રહેલું છે. તેમણે ભૌતિક-વિજ્ઞાનમાં બી.એસ ની પદવી મેળવી હતી. નાસાએ અવકાશયાત્રી માટેની તાલીમ આપવા માટે તેમની પસંદગી કરી અને તેમના પ્રશિક્ષણની શરૂઆત થઈ. તેઓ એકસો પંચાણું દિવસ અંતરીક્ષમાં એટલાન્ટિસ યાનમાં રહ્યા હતા, અને ત્યારબાદ લાંબા સમય દરમિયાન સ્પેસ વોકનો તેમણે રેકોર્ડ સ્થાપેલ છે.

અવકાશમાં કસરત કરવાની મેરેથોન કરનાર તેઓ દુનિયાના પ્રથમ અંતરિક્ષયાત્રી બનેલ છે. તેમને વિવિધ વિમાનો ઉડાવવાનો વિશાળ અનુભવ છે.

સુનીતા વિલિયમ્સની સિદ્ધિઓ આપણને મહેનત, હિંમત, શિસ્ત અને વિજ્ઞાન પ્રત્યેના સમર્પણનું મહત્વ શીખવે છે.

આભાર

No ratings yet

Comments